દાંતાના રંગપુર પાસે નદીમાં તણાયેલા પિતા-પુત્રમાંથી પિતાની લાશ મળી

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકાના રંગપુર પાસે નદીમાં પિતા-પુત્ર તણાયા હતા. ત્યારે NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે પિતાની લાશ મળી હતી, હજી પુત્રની તલાશ જારી છે. દાંતા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે આખા દિવસ ધોધમાર વરસાદ સમગ્ર તાલુકામાં વરસી રહ્યો હતો. જેના લીધે નદી-નાળાઓમાં પણ ભારી પ્રવાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે દાંતા તાલુકાના રંગપુર પાસે ધામણી નદીમાં પિતા-પુત્ર પાણીના ભારે પ્રવાહમાં તણાયા હતા. દાંતા તાલુકાના રંગપુર નજીક આવેલી ધામણી નદીના પાણીમાં બે લોકો તણાયા હતા. નદીમાં બંને લોકો પાણીના ભારે પ્રવાહના કારણે તણાયા હતા. બંને લોકો પુત્ર અને પિતા હતા. પુત્ર નદીને પાર કરતા વખતે પાણીમાં તણાઈ ગયો હતો. ત્યારે પિતા પોતાના પુત્રને બચાવવા માટે નદીમાં જતા પિતા-પુત્ર બંને નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા. ગ્રામજનોને ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ નદીમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બંને લોકોનું કોઈપણ પતું ન લાગતા લોકોએ એનડીઆરએફ ટીમનો સંપર્ક કર્યો હતો. ત્યારે જિલ્લાની એનડીઆરએફ ટીમ રંગપુર જોડે નદીમાં લાપતા થયેલા બંને પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી હતી.આજે સવારે પિતાનું મૃતદેહ મળી આવ્યું હતું. તો લાપતા થયેલા પુત્રનું હજી કોઈપણ સુરાગ મળ્યું નથી. પાલનપુર NDRFની ટીમ રંગપુર ધામણી નદીમાં પુત્રની શોધખોળ હજી પણ કરી રહી છે. આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચચકાર મચી પામ્યો હતો. તો પરિવારમાંથી પિતા-પુત્ર બંને નદીમાં તણાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. આજે NDRFની ટીમ દ્વારા નદીમાંથી પિતાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તો હજુ પુત્રની તપાસ NDRFની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.