![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/પુનર્જન્મનું-રટણ-કરનારી-hed.jpg)
પુનર્જન્મનું રટણ કરનારી દીકરીએ કલેકટર સાથે કરી મુલાકાત
કલેકટરે પુનઃ જન્મ ને લઇ દીકરી સાથે કર્યો વાર્તાલાપ ફેમિલી બ્રેક ગ્રાઉન્ડ જોતા આશ્ચર્યજનક ઘટના:-કલેકટર પાલનપુર તાલુકાના ખસા ગામમાં દક્ષા ઠાકોર નામની દીકરીના પુનર્જન્મની ઘટના ઘટના સામે આવી છે. ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે જિલ્લા કલેકટર ની મુલાકાત કરી હતી. મુલાકાત બાદ જિલ્લા કલેકટરે પુનર્જન્મ તો સંશોધનનો વિષય હોવાનું જણાવી બાળકીનું ફેમેલી બ્રેકગ્રાઉન્ડ જોતા આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી હતી.
પાલનપુર તાલુકાના ખસા ગામમાં ફિલ્મ સ્ટોરી જેવી પુનર્જન્મની ઘટના પ્રકાશમાં આવતા સૌ કોઈ વિચારતા થઈ ગયા છે. શ્રમિક પરિવારની ચારેક વર્ષની દીકરી સ્કુલ ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોઈ પરિવાર અચંબામાં મુકાયો હતો. જે બાળકી ભૂકંપ માં અંજારમાં મોતને ભેટી હોવાનો અને અહીં તેનો પુનર્જન્મ થયો હોવાનું રટણ કરી રહી છે. ત્યારે આજે પુનર્જન્મની વાતો કરનારી દક્ષા નામની દીકરીએ પાલનપુર ખાતે કલેકટર કચેરીએ આવી જિલ્લા કલેકટર વરુણ કુમાર બરણવાલ સાથે મુલાકાત કરી હતી. દક્ષા ઠાકોર સાથે પુનઃ જન્મ ને લઇ જિલ્લા કલેકટરે અનેક સવાલો કર્યા હતા જેમાં દક્ષા ઠાકોરે હિન્દી માં કલેકટર ને તમામ સવાલો નાં જવાબ આપ્યા હતા. જોકે કલેકટર વરુણકુમાર બરણવાલનું કહેવું છે કે, ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી ઘટના છે. અને પુનર્જન્મ એ સંશોધનનો વિષય છે.