આગથળા જેલ માંથી બળાત્કારના ગુનાનો સહ આરોપી ન્હાવાના બહાને ભાગ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

P.H :- મહિના પહેલાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં પોલીસે બે દિવસ પહેલા અટકાયત કરી હતી.

લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશને એક મહિના પહેલા નોંધાયેલી ચિત્રોડા ગામની ફરિયાદ અપહરણ અને બળાત્કારના ગુનાનો સહ આરોપી લોકઅપ માંથી ન્હાવાના બહાને બહાર આવી સ્ટાફની નજર ચૂકવી ભાગી છૂટતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

ગત ૧૪મી જૂનના રોજ ચિત્રોડા ગામે પરિણીતાને બે યુવકો છરીની અણીએ બાઈક ઉપર ત્યારબાદ ઈકો ગાડીમાં ઉઠાવી જઈ અમદાવાદના ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો હતો. જે બાબતે પરણિતાના પતિએ ૧૭ જુનના રોજ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાના મુખ્ય આરોપી કૈલાસજી તલાજી ઠાકોરને આગથળા પોલીસે ઝડપી લઇ સબજેલ ખાતે ખસેડયો હતો. જ્યારે આ ગુનામાં નાસતા ફરતા સહ આરોપી પ્રવીણજી વાઘાજી ઠાકોરને પોલીસે બે દિવસ પહેલા ૨૦ જુલાઇના રોજ ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ દરમિયાન ગઈકાલે ૨૧ જુલાઇના રોજ સહ આરોપી પ્રવીણજી વાઘાજી ઠાકોરને જેલમાં ગભરામણ થતી હોવાનું બહાનું કાઢી મારે ન્હાવું છે. તેવું જણાવી બહાર આવી પોલીસ સ્ટાફ નું ધ્યાન ચૂકવી ભાગી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

બળાત્કારના ગુનામાં ઝડપાયેલા સહ આરોપી પ્રવીણજી વાઘાજી ઠાકોરે ગરમીના લીધે લોકઅપમાં ગભરામણ થાય છે તેવું કહી ન્હાવાના બહાને બહાર આવ્યો હતો. તે સમયે કેટલાક અરજદારો પોલીસ સ્ટેશન ખાતે દાખલો લેવા આવતાં પી.એસ.ઓ. તેઓને જવાબ આપવા રોકાતા આરોપી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.