પાલનપુર-ડીસા હાઈવે પર DFCC દ્વારા બનાવાયેલો બ્રિજ બેસી જતા કલેકટરે રિપોર્ટ મંગાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ડીસા હાઈવે પર ડીએફસીસી દ્વારા બનાવાયેલ બ્રીજ બેસી ગયો છે અધવચ્ચેથી જ આ બ્રિજ બેસી જતા અકસ્માતનું જોખમ સર્જાયું છે. જેને કારણે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિત રિપોર્ટ માંગ્યો છે. ડીએફસીસી દ્વારા કરોડોના ખર્ચે પાલનપુર ડીસા હાઈવે પર બનાવાયેલ બ્રિજને એક વર્ષ પણ નથી થયું અને સતત બીજીવાર અધવચ્ચેથી બ્રિજ બેસી જવા પામ્યો છે અને જેને કારણે પાલનપુર ડીસા હાઈવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોના વાહનો પટકાય છે વાહનો ફંગોળાય છે અને અકસ્માતની ભીતિ છે ત્યારે વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા આ બ્રિજ માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે.

ડીએફસીસી દ્વારા નિર્માણ પામેલા આ બ્રિજ બેસી જતા કલેકટરે ડીએફસીસી પાસે આ બ્રિજનો લેખિત રિપોર્ટ માગ્યો છે. ગાંધીનગર આઈઆઈટીની ટીમ દ્વારા પણ આ બ્રિજનું સર્વે કરાવ્યું છે અને બ્રિજમાં વપરાયેલી માટી પણ લેબમાં મોકલાય છે જોકે ડીએફસીસી ના લેખિત રિપોર્ટ બાદ કલેક્ટર કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું.એક જાગૃત નાગરિકે રોષ ઠાલવતા કહ્યું હતું કે, એક વર્ષથી બ્રિજની આ હાલત છે તેમ છતા તંત્ર હજી રિપોર્ટ મંગાવવાની વાત કરી રહ્યું છે. આ બ્રિજ પર લાઈટ નથી. જો રાત્રિના સમયે બાઈક લઈને નીકળી એ તો અકસ્માત થયા વિના ન રહે. તંત્રએ તાત્કાલીક આ બ્રિજ વાહનવ્યવાહર માટે બંધ કરી સમારકામ કરાવવાની જરુર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.