સાળંગપુરની નીકળેલો રથ દિયોદર ખાતે આવી પહોંચતા નગરજનોએ સ્વાગત કર્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 175 શતામૃતનો આગામી દિવસોમાં ભવ્ય મહોત્સવ યોજાશે. સાળંગપુરથી નીકળેલા રથ દ્વારા સમગ્ર ગુજરાતની જનતાને આમંત્રણ અપાઈ રહ્યું છે, ત્યારે આજે દિયોદર ખાતે આ રથ પહોંચતા નગરજનો દ્વારા સામેયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


સારંગપુર ખાતે બિરાજમાન કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 175 શતામૃતનો આગામી દિવસોમાં ભવ્ય મહોત્સવ યોજાશે અને સમગ્ર ગુજરાતની જનતાને સાળંગપુરથી નીકળેલ રથ દ્વારા આમંત્રણ અપાઈ રહ્યું છે ત્યારે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સાળંગપુરથી નીકળેલ રથ દિયોદર શિહોરી ચોકડી ખાતે આવી પહોંચતા નગરજનો દ્વારા ભવ્ય સામૈયું કરી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ દિયોદરના રાજમાર્ગો ઉપર ફરી લોકોને આમંત્રિત કર્યા હતા. રથ યાત્રાના સ્વાગતમાં ઘનાભાઈ ઠકકર નાગજીભાઈ દેસાઈ અમૃતભાઈ ભાટી ભવનજી ઠાકોર સહીત અનુપજી ઠાકોર દિયોદરના તમામ મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.