ધાનેરા પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં અચાનક સિલિંગ તૂટી પડી

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પાલિકામાં ચારેક વર્ષથી છતના પોપડા પડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ગત વહેલી સવારે ચીફ ઓફિસરના ચેમ્બરની સિલિંગ તૂટી પડી હતી પરંતુ ચેમ્બરમાં કોઇ ન હોવાથી જાનહાની ટળી હતી. ગત વર્ષે સિલિંગ પડવાના કારણે એક અરજદારને નાના-મોટી ઇજાઓ થવા પામી હતી. ત્યારે પાલિકા દ્વારા જે પોપડા પડતા હતા તે તોડીને નવું પ્લાસ્ટર કરાવેલ તેની સાથે સાથે ચીફ ઓફિસરની ચેમ્બરમાં પણ પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું અને ત્યાં સિલિંગ પણ બનાવી હતી.પરંતુ ધાબાથી પાણી લીકેજ હોવાના કારણે સિલિંગના વાયરો કટાઇ જતાં ગત વહેલી સવારે ધડાકાભેર પડતા સફાઇ કર્મચારી ગભરાઇ ગયા હતા અને નગરપાલિકાના અન્ય કર્મચારીઓને જાણ કરવામાં આવતા કર્મચારીઓ આવ્યા હતા અને ત્યાં સફાઇ હાથ ધરી હતી. આ બાબતે ચીફ ઓફિસર એ જણાવ્યું હતું કે ધાબા ઉપર વરસાદી પાણીના લીધે વાયર તૂટી જવાથી આ સિલિંગ પડી છે પરંતુ હું બહાર હોવાથી મને વધારે ખબર નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.