પાલનપુર-આબુ હાઇવે પર બસ પલટી ખાઈ ગઈ
પાલનપુર-આબુ હાઇવે પર બ્રિજ પાસે એક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને નાની- મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે ન્શ્ વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિકને નિયંત્રણ કર્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે આજે પાલનપુર આબુ નેશનલ હાઈવે પર બાલારામ બ્રિજ નજીક એક લકઝરી બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે સ્ટેરિંગપરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. જાેકે, લકઝરી બસમાં સવાર પાંચેક મુસાફરોને ઇજા થઇ હતી. જાેકે, ૫૫ મુસાફરોનો આબાદ બચાવ થતા કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા એલ એન્ડ ટી વિભાગ અને પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થયો હતો. જેથી પોલીસે ટ્રાફિકને નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પોલીસ દ્વારા એક તરફનો રોડ બંધ કરી બે ક્રેનની મદદથી બસને સાઈડમાં કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.