ગઢમાં વરસાદને પગલે મકાન ધરાશાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાનાં ગઢ ગામમાં વરસાદે પડતા એક મકાન અચાનક ધરાશાઈ થઈ ગયું હતું. આ મકાન પડી જતા તેની અડીને આવેલ બે મકાનોના પાછળના ભાગ પડી ગયો હતો. તેમજ અન્ય એક વ્યક્તિનું શૌચાલય તેમજ બાથરૂમ પડી ગયા હતા.
ગઢ ગામમાં અંબિકા ચોક પાસે આવેલ પંચાલવાસની સામે રહેતાં નાસિરભાઈ શેરૂભાઈ છુવારાનું મકાન ધરાશાઈ થતાં મકાનમાં પડેલ તમામ સરસામાન દબાઈ ગયો હતો. આ મકાન પડી જવાથી પાછળનાં ભાગે બે મકાનોનો પાછળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અંગે હબીબુનિશા નિશારભાઈ છુવારા એ જણાવ્યું હતું કે સોમવારે સાંજે ચાલું વરસાદે હું ઘરમાં કામ કરતી હતી. દરમિયાન ઘરમાં પાણી આવતાં હું પાણી કાઢતી હતી. ત્યારે અચાનક મકાન પડ્યું હતું. જ્યાં ઘરમાંથી મારી સાસુને બહાર કાઢ્યા હતાં. મારુ મકાન પડી જવાથી ઘરમાં પડેલ સંપૂર્ણ સરસામાન દટાઈ ગયો છે.પાછળના ભાગે આવેલ બે મકાનોના પાછળનાં ભાગ ક્ષતિગ્રસ્ત થયાં છે.જ્યાં અન્ય એક વ્યક્તિનાં શૌચાલય તેમજ બાથરૂમ પણ પડી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.