‘શૌર્યભૂમી નડાબેટ’ પુસ્તકને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હાથે દેશવાસીઓને અર્પણ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપન સમા નડાબેટ સીમાદર્શનને તાજેતરમાં ખુલ્લુ મુકાતા સમગ્ર દેશના પ્રવાસીઓ આજે બનાસકાંઠાના નડાબેટ ખાતે આવેલી ભારત-પાકિસ્તાનની બોર્ડરની નજીકથી મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે વધુને વધુ લોકો નડાબેટ અને સીમાદર્શન પ્રોજેક્ટથી વાકેફ થાય તેમજ આજના યુવાઓમાં આપણા સૈનિકો અને દેશ પ્રત્યે જુસ્સો-પ્રેમ વધે તે માટે રખેવાળના યુવા
ડાયરેક્ટ રાજવીર તરૂણભાઈ શેઠે શૌર્યભૂમી નડાબેટ નામનું પુસ્તકનું સંપાદન કર્યુ છે. ‘શૌર્યભૂમી નડાબેટ’ પુસ્તકને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હાથે દેશવાસીઓને અર્પણ કરાયું હતું. હર્ષ સંઘવીએ રાજવીર શેઠ તેમજ સમગ્ર રખેવાળ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજવીર શેઠ સાથે રખેવાળના નિવાસી તંત્રી અવેશ માલવિયા અને સેલ્સ એજયુકેટીવ પરિમલ શાહ પણ હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, રખેવાળના સ્થાપક સ્વ.અમૃતભાઈ શેઠ દ્વારા વર્ષ ૧૯૭૯ માં દળદાર ઐતિહાસીક ગ્રંથ ‘બનાસ દર્શન’ (પ૦૦ પેજ) તેમજ ૧૯૮૪ માં ‘ઉત્તર ગુજરાત અસ્મિતા’ (૭પ૦ પેજ) નામના ગ્રંથો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવામાં આવી હતી. દાદાના પગલે પૌત્રએ પણ ‘શૌર્યભૂમી નડાબેટ’ નામનું પુસ્તકનું સંપાદન કરીને ત્રીજી પેઢીએ પણ રખેવાળની પરંપરાને આગળ ધપાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.