વડગામના મેમદપુરના શહિદનો પાર્થિવદેહ માદરે વતન લવાયો, આખુ ગામ ભીની આંખે અંતિમયાત્રમાં જોડાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા.કરતા કરતા શાહિદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન લવાયો હતો. જ્યાં સમગ્ર ગામ સહિત આગેવાનોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

આ શહીદના પાર્થિવ દેહને માદરે વતન લાવતા મેમદપુરમાં ગમગીની છવાઈ હતી. વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી

આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, જસવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત અન્ય બે ભાઈ પણ માં ભોમની રક્ષા કરી રહ્યા છે. મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવાનો લશ્કરમાં જોડાયેલા છે. આજે અમને દુઃખ સાથે ગર્વ પણ છે કે દેશની રક્ષા માટે આજે તેઓ શહીદ થયા છે.

ગામના અગ્રણીએ જણાવ્યું કે, ગામની તમામ જનતા આજે શોકાતુર છે. જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવાના છે. સમગ્ર ગામ આજે શોકમાં ડૂબ્યુ છે. આજે સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વિર શહિદને શ્રદ્ધાજલિ આપી છે. જે પરિવારથી જસવંત સિંહ શહીદ થયા છે. એમના પપ્પા પણ ફોજમાં હતા અને એમના બે ભાઈઓ પણ ફોજમાં છે. એટલે પરિવાર ત્રણ દીકરા અને પપ્પા આમ ચારેચાર દેશ માટે સમર્પિત હતા. જશવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઉગતા યુવાન હતા તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.