ડીસાની બનાસ નદી પાસે અજાણ્યાં યુવકની લાશ મળી, આત્મહત્યા કે હત્યા?

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે બુધવારે ડીસાની બનાસ નદી ના પટમાંથી વધુ એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવક ડીસા તાલુકાના રોબોસ ગામનો બારોટ સમાજનો હોવાના અહેવાલ સામે આવ્યા હતા જેના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ બાબત ની પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે પરંતુ મૃતક યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે ? તે બાબતે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.