ધાનેરા તાલુકાના મગરાવાના ભારતીય સેનાના જવાનના પાર્થિવદેહને આજે વતન લવાશે
(રખેવાળ ન્યૂઝ)ધાનેરા,
ધાનેરા તાલુકાના મગરાવા ગામના ભારતીય સેનાના જવાનનું બીમારીના કારણે નિધન થયું છે. ત્યારે મૂળ ધાનેરા તાલુકાના મગરાવા ગામના ભલાભાઈ નારણભાઈ ચૌધરી કે જેઓ ભારતીય સેનામા જાેડાઈ દેશના સીમાડાનું રક્ષણ કરતા હતા. જેઓ ત્રણ વર્ષ અગાઉ મા ભોમની રક્ષા કરવા માટે ભારતીય સેનામા જાેડાયા હતા. આ સિવાય ગત મે માસમા ભલાભાઈના લગ્ન થયા હતા. જેઓનુ ગત શુક્રવારની વહેલી સવારે બિકાનેરનું આર્મી હોસ્પિટલમા સારવાર દરમિયાન નિધન થયું છે. આમ સિક્કિમ ખાતે ફરજ નિભાવી રહેલા ભલાભાઈનું પોસ્ટીગ બિકાનેર ખાતે થયું હતું.
ત્યાં તેમની તબિયત લથડતા સારવાર આપવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ ખરાબ થતા આખરે તેમનું નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળતા સમગ્ર ધાનેરા તાલુકામા શોક વ્યાપી જવા પામ્યો છે. આમ આવતીકાલે ભલાભાઈના પાર્થિવદેહને મગરાવા ખાતે સવારે ૮ કલાકે લાવવામાં આવી રહ્યો છે. ત્યારે લવારા ગામથી મગરાવા ગામ સુધી વીરસપૂતની અંતિમ યાત્રામા નાગરિકો જાેડાશે.
નારણભાઈના ત્રણ પુત્રમા બીજા નંબરના ભલાભાઈ નાનપણથી ભારતીય સેનામા જાેડાવા માંગતા હતા. આમ ધાનેરા ખાતે ધો.૧૨ સાયન્સનો અભ્યાસ કર્યો હોવા છતાં ભારતની સરહદોના રખવાળી કરવાની નેમ લેનાર જવાન આજે બધાને મૂકી ચાલ્યો ગયો છે. ત્યારે ગામના તમામ બાળકો,વડીલો સૌ કોઈ નરમ આંખે જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
આજે શહીદ યાત્રા યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
ભોમની રક્ષા કાજે પોતાના સર્વોચ્ય પ્રાણનું બલિદાન આપનારધાનેરાના મગરાવા ગામના વતની એવા ભલાભાઇ પટેલને શહીદ યાત્રા યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની હોવાથી જેમાં દેશના સર્વે દેશપ્રેમી આગેવાનો વડીલો તેમજ યુવાન મિત્રોએ હાજરી આપવી. આ શહીદ યાત્રા સવારે કલાકે ૦૮/૦૦ થી ૧૦/૦૦ વાગ્યા સુધી રહેશે. તા. ૩૧/૧૦/૨૧ને રવિવાર, સમય | સવારે ૮ વાગે સ્થળ | લવારા પોલીસ ચોકીથીથી મગરાવા સુધી