રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસે તે પહેલા જ બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યો
પાંથાવાડા ગુંદરી ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઈક્કો ગાડીમાં થઈ રહેલી દારૂની હેરાફેરી અટકાવી છે. ઈકો ગાડી રાજસ્થાનમાંથી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશે તે પહેલા પોલીસે નકાબંધી દરમિયાન ગાડી સાથે એક ઇસમને ઝડપી પાડીને કાર્યવાહી હાથ કરી છે.
લોકસભાની ચૂંટણી આવતા ગુજરાત પોલીસ સતર્ક જોવા મળી રહી છે. જેમાં બોર્ડર ઉપરથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના બુટલેગરો પ્રયત્નો કરતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા તમને ઝડપી પાડવામાં આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પરથી ઈકો ગાડી દારૂ સાથે ઝડપી પાડી છે. ગાડી ચાલક રાજસ્થાનમાંથી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશે તે પહેલા પાથાવાડા પોલીસને મળેલી બાતમી હકીકત આધારે પોલીસે પોસ્ટ ઉપર ગાડી રોકાવી તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. 2,41,605 નો મુદ્દા માલ કબજે કરી ગાડી ચાલક પરમેશ્વર ખારોલ રહે, ભોજરાસ ભીલવાડા રાજેસ્થાન વાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.