છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનમાં બળાત્કાર અને ઠગાઈ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ અને છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ડીસાથી ઝડપી લીધો હતો. જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે રાજસ્થાન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.રાજસ્થાનના સીવાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇપીકો કલમ 420, 376,120ના ગુનામાં સંડોવાયેલા આરોપી ગણપતસિંહ માનારામ રાજપુરોહિત (રહે. ડીસા હરસોલીયા વાસ) છેલ્લા બાર વર્ષથી પોલીસ પકડથી દૂર રહી નાસતો ફરતો હતો. આ આરોપીને પકડવા રાજસ્થાન પોલીસે પણ અથાગ પ્રયાસો કર્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોર્ડના પી.એસ.આઇ. જે. જી. સોલંકી સહિત સ્ટાફના માણસોએ ગણપતસિંહ રાજપુરોહિતની ડીસા ખાતેથી ધરપકડ કરી હતી.

ઝડપાયેલ આરોપી ગણપતસિંહ છેલ્લા 12 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. ત્યારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે આરોપીને પકડી ડીસા દક્ષિણ પોલીસને સોંપતા પોલીસે રાજસ્થાન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.