ડીસામાં ૨૬ લાખ ઉપરાંતનો વિવિધ બ્રાન્ડનો શંકાસ્પદ ઘી સહિત વેજ ફેટનો જથ્થો સિઝ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાની ડી ફોર ડુપ્લીકેટની છબી રાજય લેવલે અંકિત થઈ ચુકી છે. ડીસામાં ખાદ્ય ચીજ વસ્તુ લઓ જેવી કે ઘી,તેલ, મરચું સહિતની વસ્તુ ઓનું ડુપ્લિકેટીગ અને ભેળસેળ મોટા પ્રમાણમાં થાય છે. જેમાં ખાવા માટે નહીં પરંતુ પૂજા માટેનું ઘી છે તેવા નામકરણ સાથે હિન્દૂની આસ્થા સાથેનો ખેલ પણ ખેલાય છે ત્યારે ડીસામાં જી.આઈ.ડી.સી. સહિતના અનેક વિસ્તારમાં ડુપ્લીકેટ ઘીની ફેકટરીઓ ધમધમતી હોવાની માહિતી આધારે બુધવારે જિલ્લા ફૂડ અધિકારી ડી જી.ગામીત અને તેમની ટીમે ડીસાના લાટી બજારના મહાલક્ષમી કોમ્પ્લેક્સમાં આવેલ વીર માર્કેટિંગમાં અચાનક દરોડો પાડ્યો હતો અને તપાસ હાથ ધરતા આ વિકી રાજેશભાઇ ચોખા વાળાની પેઢીમાંથી વેજ ફેટ ઘી, સંગમ વેજ ફેટ, શિવમ ઇન્ટર એસ્ટ્રીફાઇડ,સમ્રાટ ઇન્ટર એસ્ટ્રીફાઇડ, સશાર ઘી સહિતનો ૧૧,૯૫૨ કિલો ઘીનો જથ્થો ( કિમત રૂ. ૨૬,૮૧,૫૧૦) સિઝ કરી તમામના સેમ્પલ કબ્જે લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.
આ બાબતે જિલ્લા ફૂડ અધિકારી ડી. જી. ગામીતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગુરુવારે ડીસામાં આવેલી વીર માર્કેટિંગ નામની દુકાનમાંથી વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ અને વેજ ફેટ સહિત ઇન્ટર એસ્ટ્રીફાઇડનો ૧૧,૯૫૨ કિલોનો જથ્થો મળી આવ્યો છે તે સિઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે ફૂડ વિભાગના આ દરોડાના પગલે ડુપ્લીકેટ અને ભેળસેળ કરતા લેભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.