કોરોના મહામારીને લઇને અંબાજી મંદિર વધુ નવ દિવસ બંધ રખાશે
કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી તથા તેના સંક્રમણને નિયંત્રણમાં લેવાના પગલાંઓ સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમ નં.વિ ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨/તા. ૧૧-૧-૨૦૨૨ની સુચનાઓને ધ્યાને લઈ કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર,ગબ્બર મંદિર,એકાવન શકિતપીઠ પરિક્રમા માર્ગ પરના મંદિરો તેમજ ટ્રસ્ટ હસ્તકના પેટામંદિરો તા.૧૫-૧-૨૦૨૨ થી તા.૨૨-૧-૨૦૨૨ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.આ સિવાય સરકારના ગૃહવિભાગના હુકમ નં.વિ.-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ તા.૨૧-૧-૨૦૨૨ મુજબ તથા જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાના હુકમ ન.ડી/એમએજી/૧/વશી/કોવિડ ૧૯/જાના ૨૧/વશી/ ૧૫૮૬ -૧૬૬૧ તા.૨૧-૨-૨૦૨૨થી તમામ પ્રકારના રાજકીય,સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહતમ ૧૫૦ વ્યકિતઓ,જ્યારે બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% વ્યકિતઓ એકત્રિત થઈ શકશે તેવા નિયંત્રણો મુકવામાં આવ્યા છે.ત્યારે આ સમયગાળા દરમ્યાન સોશિયલ મિડીયાના માધ્યમથી સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા શ્રધ્ધાળુઓને અપીલ કરે છે કે ઘરેબેઠા જીવંત પ્રસારણનો લાભ લે અને વૈશ્વિક મહામારીમાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે માં અંબાને પ્રાર્થના કરે.