ડીસામાંથી અગાઉ તડીપાર કરેલો આરોપી ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા ના ડીસા માંથી તડીપાર કરેલો આરોપી ઝડપાયો છે.શહેર ઉત્તર પોલીસે 15 દિવસ અગાઉ 6 મહિના માટે તડીપાર કરેલા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પંથકમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે પોલીસ વારંવાર ગુનો આચરતા લોકોની સામે તડીપારની કાર્યવાહી કરે છે જે અંતર્ગત 15 દિવસ અગાઉ ડીસાના ટેકરા વિસ્તારમાં રહેતા સાગર વાદી નામના શખ્સ સામે પણ તડીપારની કાર્યવાહી કરી હતી અને ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને છ મહિના માટે બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો.તેમ છતાં પણ આ આરોપી તેના ઘરેથી મળી આવ્યો હતો.ડીસા શહેર ઉત્તર પોલીસ ટેકરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે તડીપાર એક આરોપી તેના ઘરે હોવાની ખાનગી રાહે માહિતી મળી હતી જેથી પોલીસ સાગર વાલીના ઘરે પહોંચી તપાસ કરતા સાગર વાદી તેના ઘરેથી મળી આવ્યો હતો. તડીપાર કર્યો હોવા છતાં પણ તે તેના ઘરેથી મળી આવતા શહેર ઉત્તર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.