પોરબંદર પોલીસ મથકે નોંધાયેલ પોસ્કો ના નાસતા ફરતા આરોપી ને છાપી પોલીસે મેતા થી દબોચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર પોલીસ મથકે મંગળવારે નોંધાયેલ પોસ્કો ના ગુનાના આરોપી ને છાપી પોલીસે ગણતરી ના કલાકો માં પીડિત સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. છાપી પીએસઆઈ એચ.પી.દેસાઈ દ્રારા મળતી હકીકત મુજબ પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારોમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ભગાડી જતા ઉદ્યોગનગર પોલીસ મથકે મંગળવારે ગુનો નોંધાયો હતો. અને આરોપી પીડિત ને લઈ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ખાનગી બાતમી આધારે આરોપી વડગામ તાલુકાના મેતા ગામનો હોવાનું જણાતા પોસ્કો નો આરોપી અકબર અલી અબ્બાસઅલી ચૌધરી  સગીરા સાથે મેતા આવ્યો હોવાની બાતમી મળતા પીએસઆઈ દેસાઈ સહિત પોકો સુરેશભાઈ, બાબુભાઈ, સમીરખાન તેમજ રતુભાઈ ની ટીમે આરોપી ના ઘરે છાપો મારી પીડિત સહિત બન્ને ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી પોરબંદર પોલીસ ને જાણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.