પાલનપુર પાસે યુવાનને માર મારીને લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગઢ પો.સ્ટે ગુ.ર. નં ૧૧૧૯૫૦ ૨૪૨૨૦૩૬૦/ ૨૦૨૨ ઇ.પી. કો.ક.૩૯૪,૧૭૦,૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ કામે ગુનામાં સંડોવાયેલ સેન્ટ્રો ગાડી ના ચાલક ડાહયાભાઇ અજમલજી ભાગળીયા(ઠાકોર) રહે.માળવાપરા(ચંડીસર) તા.પાલનપુર તથા શૈલશજી નરસીજી ભરત્યા (ઠાકોર) રહે.સોની બજાર ડોલીવાસ ડીસા તા.ડીસા તથા દશરથભાઇ મુકેશભાઇ ઠાકોર રહે. ઓગડવાસ ડીસા તા.ડીસા વાળાઓ મોટા ગામના પાટીયા તા.પાલનપુર નજીક ફરીયાદીની ગાડી રોકાવી ફરીયાદી તથા સાહેદોને એલ.સી.બી. પોલીસ તરીકેની ઓળખાણ આપી પોલીસનો દંડો પોતાની પાસે રાખી દંડાથી ફરીયાદી તથા સાહેદોને માર મારી ઇજા કરી ફરીયાદી તથા સાહેદો પાસેથી કૂલ રુ.૩૮,૬૦૦/-
લુટી લઇ ભાગી ગયેલ હતા. જે આરોપીઓને રોકડ રકમરૂ.૨૮,૦૦૦/ તથા સેન્ટ્રો ગાડી કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ.૨ કિ.રૂ.૨૦,૦૦૦/ એમ કૂલ મુદામાલ કિ.રૂ. ૧,૪૮,૦૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારુ ગઢ પોસ્ટે સોપવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.