રોટરી કલબ ઓફ પાલનપુરનો ૭૬ મો પદગ્રહણ સમારોહ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રોટરી કલબ ઓફ પાલનપુર નો ૭૬ મો પદગ્રહણ સમારોહ પાલનપુર શહેરના આબુ હાઇવે સ્થિત ખાનગી હોટલ ખાતે ગુજરાત સરકારના પુર્વ મંત્રી જયનારાયણ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પદગ્રહણ સમારોહ પ્રસંગે વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષનો વાર્ષિક અહેવાલ કલબના સેક્રેટરી મેહુલ જાેશી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈન્સ્ટોલેશન ઓફિસર રોટેરિયન બળવંતસિંહ ચિરાના દ્વારા રોટરી કલબના નવનિયુક્ત પ્રમુખ, મંત્રી તેમજ બોર્ડ ઓફ ડિરેકટર ને શપથ ગ્રહણ કરાવ્યા હતા. જેમાં રોટરી કલબના વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રમુખ તરીકે રોટેરિયન જીતુભાઇ પટેલ અને સેક્રેટરી તરીકે રોટેરિયન યશભાઈ પઢીયારે શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ રોટરી વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ વિવિધ સેવાકીય કાર્યોને લઈને રોટરી ડિસ્ટ્રીકટમાંથી કલબને કુલ ૨૧ એવોર્ડ પ્રાપ્ત થયા હતા. જેમાં બેસ્ટ કલબ, બેસ્ટ પ્રમુખ, બેસ્ટ સેક્રેટરી નો એવોર્ડ પણ રોટરી કલબ ઓફ પાલનપુર કલબને મળ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત મુખ્ય મહેમાન જયનારાયણ વ્યાસે ઉપસ્થિત સૌ કોઈને આરોગ્ય તેમજ સમયને ધ્યાનમાં રાખી પોતાની જીવન શૈલી જીવવા તેમજ વધારે
પડતા તણાવમાં રહીને તમારા શરીરમાં શુ નુકસાન થાય છે એ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૫૪ ના આસીટન્ટ ગવર્નર ડો.જયેશ સુથાર , બીએસએફ કમાન્ડર, રોટરી કલબના પુર્વ પ્રમુખ પ્રભુદાસ પટેલ, સેક્રેટરી મેહુલ જાેશી સહિત ઉપસ્થિત મહેમાનોએ નવનિયુકત પ્રમુખ અને સેક્રેટરીને શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.