થરાદ માર્કેટયાર્ડ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૪૨ હજાર બોરીની આવકથી ઉભરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ
બનાસકાંઠાના સરહદી થરાદના માર્કેટયાર્ડમાં શનિવારે સરહદી પંથકના અસંખ્ય ખેડુતો માલ વેચવા બહોળી સંખ્યામાં ઉમટી પડતાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૪૨ હજાર બોરીની આવકોથી માર્કેટયાર્ડ ઉભરાયું હતું. બીજી બાજુ માર્કેટના દરવાજાથી લાંબી લાંબી વાહનોની કતારો જમતાં ટ્રાફીક પણ થવા પામ્યું હતું. માર્કેટના સેક્રેટરીએ ૩૨ હજાર બોરીની રાયડાની જ આવક થવા પામી હોવાનું જણાવ્યું હતું.

બનાસકાંઠાના સાંસદ સભ્ય અને સહકારી માળખા ના પીઢ અગ્રણી એવા પરબતભાઇ પટેલ (ચેરમેન) ની કુનેહથી ચાલી રહેલું સરહદી થરાદનું માર્કેટયાર્ડ માલની આવકોથી ઉભરાઇ રહ્યું છે. સરકાર દ્વારા માર્કેટમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી પણ શરુ કરવામાં આવી હતી. જાે કે માર્કેટયાર્ડમાં શનિવારે બહોળી સંખ્યામાં વાહનોમાં ભરાઇને ખેડુતો વિવિધ માલનું વેચાણ કરવા ઉમટી પડતાં માર્કેટ આવકોથી ઉભરાઇ જવા પામ્યું હતું.
માર્કેટના પ્રવેશદ્વારથી બંન્ને બાજુ લાંબી લાંબી ખેડુતોના વાહનોની કતારો લાગી હતી. માર્કેટયાર્ડના સેક્રેટરી ભેમજીભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેડુતો જીરૂ, રાયડુ અને એરંડાની આવક લઇને આવતાં શનિવારે જીરાની ૨૦૦૦, રાયડાની ૩૨૦૦૦ અને એરંડાની ૩૨૦૦ તથા અન્ય આવક ૫૦૦૦ બોરી મળીને ૪૨૦૦૦ બોરી જેટલી આવક થવા પામી હતી. જીરૂ ૨૨૫૦ થી ૩૦૦૦, રાયડાના ૧૦૨૦થી ૧૧૦૭૫ અને એરંડાના ૯૫૦ થી ૯૭૦ જેટલા ભાવ મળવા પામ્યા હતા. બીજી બાજુ સપ્તાહની આવકોને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં માલની આવકો વધુ રહેવાની સંભાવનાએ વેપારીઓમાં વધુ આનંદની લાગણી પ્રસરવા પામી હતી.જાે કે આવક વધવાને કારણે વેપારીઓને માલ મુકવાની જગ્યાનો અભાવ સર્જાવાની નોબત આવી હતી.પરંતુ રવિવાર આવતાં થોડી રાહત રહી હતી. માર્કેટમાં મેળા જેવો માહોલ સર્જાવા પામ્યો હતો.

વેપારી ભાંણજીભાઇ પટેલ, થાંનાભાઇ પટેલ, દિલીપ પટેલ અને ડીરેક્ટર જેતસીભાઇ પટેલે જણાવ્યું હતું કે અત્યારે સીઝન હોવાથી એક મહિનાથી રાયડાની નવી આવકની શરૂઆત થવા પામી છે. પરંતુ છેલ્લા પખવાડીયાથી આવકોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ધીરેધીરે આવક વધી રહીછે. આ સાલ રાયડાના ભાવ સારા મળતા ખેડુતો રાયડો વેચવામાં ઉતાવળ કરી રહ્યા છે. ગઈસાલ આ સમયગાળામાં રાયડાના ભાવ ૭૩૦ આસપાસ હતા. અને આ સાલ ૧૦૫૦ થી ૧૦૭૦ એટલે કે ગઈ સાલની સરખામણીમાં ૩૫૦ થી પણ વધુુ મળી રહ્યા છે. ખેડુતોને સારા ભાવ અને રોકડા રૂપિયા થરાદ માર્કેટયાર્ડમાંથી મળતા હોવાથી ખેડુતો પોતાનો રાયડો ખુલ્લા માર્કેટમાં લાવી રહ્યા છે. જીરામાં પણ ૨૨૦૦ થી ૨૭૦૦ ભાવ હતા. તેમાં પણ તેજી આવતા ૩૦૦૦ પલ્સ થયા છે અને એરંડાના પણ ભાવ વધ્યા છે. આમ નવી સીઝન ચાલું થતા બધી જણસીઓમાં ભાવ વધતા ખેડુતોમાં ખુશાલીનો માહોલ છે અને હોશેે હોશે માલ વેચવા આવે છે.વેપારીઓ પણ આનંદની લાગણી પ્રસરેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.