થરાદઃ લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી ૪.૫૭ લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, થરાદ

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે થરાદ પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પાસેથી ૪ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. કાર્યવાહીમાં થરાદ પોલીસે દારૂની ૧૦૧ પેટીઓ સાથે કુલ ૧૪.૯૪ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. લોકડાઉન છતાં બનાસકાંઠામાં બુટલેગરો બેફામ બની દારૂની હેરાફેરી કરતા હોવાથી છાશવારે દારૂ પકડાવાની ઘટના સામે આવતી હોય છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદની ખોડા ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપાતા ચકચાર મચી ગઇ છે. થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ટ્રક ઝડપી પાડી તેમાં તલાશી લેતા ચોરખાનું મળી આવ્યુ હતુ. જેથી પોલીસે તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડના દારૂની ૧૦૧ પેટી, છુટી બોટલો નંગ-૯૪ મળી કુલ બોટલ નંગ ૧૩૦૬ મળી કુલ ૪,૫૭,૧૦૦ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે ટ્રકની કિંમત ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૪,૫૯,૯૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

ખોડા ચેકપોસ્ટ પાસેથી પોલીસે ૪ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી કાર્યવાહી કરી છે. જેમાં થરાદ પોલીસે સ્વરૂપરામ અમરારામ જાટની અટકાયત કરી છે. આ સાથે રધુભા બાપુ સહીત ચાલક સામે પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,98(2)99,81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.