થરાદમાં નગરપાલિકાએ મિનરલ પાણીનો પ્લાન્ટ સીલ કરી દીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ નગરપાલિકાના ચીફઓફીસરે રહેણાંક વિસ્તારમાં કોઇ પણ જાતની મંજુરી વગર ધમધમતા મિનરલ પાણીના પ્લાન્ટને સીલ કરી દેતાં તેના માલિકોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી. જો કે આ પ્લાન્ટના માલિકોએ નગરપાલિકાનું નળકનેકશન ગેરકાયદેસર લેતાં રહીશોને પાણી નહી મળતું હોવાની ફરિયાદના આધારે સમગ્ર ભાંડો ફુટવા પામ્યો હતો.
થરાદ નગરપાલિકાના ચીફઓફીસર બીજલ સોલંકીને નગરના જુના ગંજબજારમાં આવેલી કન્યાશાળાની પાછળના સેદલાઇ વિસ્તારના રહેણાંક વિસ્તારમાં એક સુપર ઓટો પ્લાન્ટ નામના મિનરલ પાણીના પ્લાન્ટના માલિકોએ ગેરકાયદેસર નળકનેકશન લેવાના કારણે છેલ્લા કેટલાક મહિનાથી પીવાનું પાણી નહી મળતું હોવાની મૌખીક ફરિયાદ કરી હતી. આથી તેમણે કર્મચારીઓ અશ્વિન ત્રિવેદી અને ઉદયસિંહ વાઘેલાને મોકલીને તપાસ કરાવતાં પ્લાન્ટ ધમધમતો મળી આવ્યો હતો. કર્મચારીઓએ પ્લાન્ટ ચાલુ કરવા અંગે આરોગ્ય વિભાગ સહિત સબંધિત વિભાગની પરવાનગી માંગતાં ન હોવાનું જાણવા મળ્યું હતું. વળી નગરપાલિકામાં નોંધણી કરાવેલ ન હતી કે ગુમાસ્તાધારાનું લાયસન્સ પણ લેવાયું ન હતું. વળી નગરપાલિકાની ટીમને ઉપરોક્ત પ્લાન્ટના માલિકોએ લીધેલ નળકનેકશનને કાપવા માટે શોધવા બે કલાક મહેનત કરવી પડી હતી એટલું ઉંડુ લેવામાં આવ્યું હોવાનું પણ પાલિકાસુત્રોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. આથી નગરપાલિકા દ્વારા પ્લાન્ટને તાળું મારી સીલ કરી (ચાવીઓ લઇ) વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીયછેકે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા મિનરલ વાટરના અન્ય પ્લાન્ટ પણ નગરમાં ચોરીછુપીથી ચાલતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.