થરા પોલીસે અપહરણ અને બળાત્કાર ગુનાના આરોપીને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા થરા પોલીસે અપહરણ, બળાત્કાર તથા પોક્સો જેવા ગુનાના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમી આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશન પાટણના અપહરણ, બળાત્કાર તેમજ પોક્સો જેવા ગંભીર પ્રકારના ગુનાના નાસ્તો-ફરતો આરોપીને થરા વિસ્તારમાં જોવા મળતા થરા પોલીસે હકીકતના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ કરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા પાલનપુરનાઓની સુચના આધારે આર.જે.ચૌધરી પોલિસ સબ.ઇન્સ થરા પોલિસ સ્ટેશનનાઓની સુચનાથી થરા પોલીસ સ્ટાફ વિસ્તાર પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ બળાત્કાર તેમજ પોક્સો મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી રંગાજી બબાજી ઠાકોર રહે.વિભા નેસડા કાંકરેજ વાળાઓ થરા વિસ્તારના હોય અને તેઓની વોચ તપાસમા રહેવા બાબતેની ચાણસ્મા પોલિસ સ્ટેશન ની યાદી આવેલ જે યાદી આધારે સદર આરોપીની વોચ તપાસમા દરમ્યાન આ કામના રંગાજી ઠાકોર મળી આવતા આરોપીને ઝડપી પાડી ચાણસ્મા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.