અમીરગઢમાં ભયંકર અકસ્માત દીકરીની નજર સામે જ પિતા-ભત્રીજાનાં મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર આબુરોડ હાઇવે ક્રોસ કરે એ પહેલા ગાડી જોઈ સાઈડમાં ઊભા રહ્યા હતા, પરંતુ રાજસ્થાન તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારે દાદા અને બંને પૌત્રને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર મારતાંની સાથે જ ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતાં બેનાં મોત નીપજ્યાં હતાં અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. દાદા અને પૌત્રનાં મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે.સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે બે પૌત્રને લઈને દાદા દૂધની બરણી લઇને ડેરીએ દૂધ આપવા નીકળે છે. ત્યારે સામે આવેલા હાઇવે પર વાહન રોકાવાની વાટ જુએ છે. ત્યારે પાછળથી એક છોકરી પણ દોડતી જોવા મળે છે. દૂધ ભરાવવા નીકળેલા વડીલની પુત્રી છે. આ પુત્રી પોતાના પિતા પાસે પહોંચે એ પહેલાં જ રાજસ્થાન તરફથી આવતી એક કાર દાદા અને બંને પૌત્રને ફૂટબોલની જેમ ઉછાળે છે, જેમાં દાદા અને એક પૌત્રનું ઘટનાસ્થળે જ મોત થઇ જાય છે, જ્યારે એક પૌત્ર હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે જો પાછળથી આવતી દીકરી થોડી સેંકન્ડો પહેલાં પોતાના પિતા પાસે પહોંચી ગઇ હોત તો તેનો પણ જીવ જઇ શકતો હતો, પરંતું કહે છે કે રામ રાખે તેને કોણ ચાખે એમ એક સેંકન્ડ માટે તે નથી પહોંચતી તો તેને ઇજાઓ થતાં રહી જાય છે. જ્યારે દાદા અને બે પૌત્રને કાર ઉછાળે છે. આમ, દીકરીની નજર સામે જ પિતા અને એક ભત્રીજાને કાળ ભરખી જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.