એક જ કેનાલમાં દસ જેટલાં ગાબડાં છતાં છ મહિનાથી રિપેરીંગ નથી કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : ખેડુતો દ્વારા છેડેચોક કરવામાં આવતા નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નહેરોના બાંધકામમાં કરવામાં આવેલા ભષ્ટ્રાચારના આક્ષેપો સોળ આની સાચો હોવાની પ્રતિતી થરાદ તાલુકાના શેરાઉની સીમમાં તુટેલી હાલતમાં પડેલી રતનપુરા માયનોર કરાવી રહી છે. છ મહિનાથી તુટેલી કેનાલ રિપેરીંગ કરવામાં નહી આવતાં પાણીથી વંચિત રહેલા ખેડુતોએ કેનાલના બાંધકામની તપાસ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠા જીલ્લાના સરહદી થરાદ,વાવ અને સુઇગામની નર્મદા નહેરોના બાંધકામમાં નર્મદાવિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મોટાપ્રમાણમાં ભષ્ટ્રાચાર કરી સરકારનાં નાણાંનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ખેડુતો છેડેચોક કરી રહ્યા છે. જાે કે તેની પોલ ખોલતી પ્રતિતી થરાદના શેરાઉ ગામમાં લગભગ દસ ઠેકાણે તુટેલી પડેલી દૈયપ ડિસ્ટ્રીબ્યુટરીમાંથી પસાર થતી રતનપુરા માયનોર નહેરના હલકી ગુણવત્તાનું બાંધકામ કરાવી રહ્યું છે.
ગામના જાગૃત ખેડુત પટેલ સોમાભાઇ મઘાભાઇ અને નાયી હરજીભાઇ સોનાજી સહિતોએ જણાવ્યું હતું કે અંદાજીત ત્રણેક કિમી લાંબી કેનાલમાં શેરાઉ અને રતનપુરા ગામના સિતેર જેટલા ખેડુતોને સિંચાઇ માટે પાણી મળી શકે છે. પરંતુ આ કેનાલમાં દસ જેટલાં ગાબડાં છ મહિનાથી પડેલાં છે. આથી પાણી નહી મળવાના કારણે ખેડુતો સિંચાઇથી વંચિત રહેતાં તેમનામાં ભારે રોષની લાગણી પ્રસરી રહી છે. જ્યારે ખેડુતોએ કામ હલકી ગુણવત્તાવાળું થયું હોવાનું આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દસથી બાર ફુટની હાઇટ ધરાવતી કેનાલમાં વચ્ચે આવતા કુવાઓ સહિત ક્યાંય પણ પથ્થર પિંચીંગ પણ કરાયું નથી. તેમજ બે મીટરે ગેપ છોડીને કરવામાં આવતું ડામર કામ પણ ક્યાંય કરવામાં આવ્યું નથી. વળી થીકનેસના સ્લેબ પણ ભરાયા નથી.
જાેકે ફરજ પરના મહિલા કર્મચારીઓ પણ આંગણવાડી પર આવતા નથી વીજ જાેડણ પણ કપાઈ ગયું છે. સત્વરે નાના નાના ભૂલકાઓ માટે એક સારું નંદ ઘર મળે તે માટે ગ્રામજનો રજુઆત કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામોમાં કોરોના વાઇરસ ની આડ ને લઈ આંગણવાડી કેન્દ્ર ખોવામાં આવતા નથી. જ્યારે સરકાર દ્વારા મળતી સુવિધા, આહાર બરોબર વેચાઈ જતો હોય છે. ગોલા ગામની આંગણવાડી કેન્દ્ર પર જવાનો પણ રસ્તો નથી ચારે બાજુ કચરામાં ગરકાવ આ મકાન ગમે તે સમય જમીનદોસ્ત થાય તેમ છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ગામડામા રહેતા લોકોની મુશ્કેલી સમજે એ જરૂરી બને છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.