બનાસકાંઠા ૧૮૧ની ટીમે ભૂલી પડેલી મહિલાનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા ૧૮૧ અભિયમની ટીમે ડીસા નજીકથી મળી આવેલી એક મહિલાને તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. કોરોના વાયરસની સ્થિતિમાં મહિલાને પરિવારજનોને સોંપાતા આનંદ પ્રસર્યો હતો.
૧૮૧ મહિલા અભિયમની સેવા સમગ્ર દેશમાં બીજા ક્રમે આવી છે. જેમાં બનાસકાંઠાની ટીમનો સિંહ ફાળો રહ્યો છે. જ્યાં આ ટીમ દ્વારા વધુ એક મહિલાનું પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.  બનાસકાંઠા જિલ્લામાં ૧૮૧ અભિયમ ના કાઉન્સેલર જિનલબહેન પરમારે જણાવ્યું હતું કે, ડીસા ખાતે એક મહિલા તેના સબંધીને મળવા આવી હતી.  જોકે, રાત્રીના સમયે ભૂલી પડી હતી. આ અંગેનો કોલ મળતાં સ્થળ ઉપર જઈ તેણીના પરિવારજનોની ભાળ મેળવી મોડી રાત્રે પરિવારજનોને સોંપી હતી. ભૂલી પડેલી મહિલા મળી આવતાં પરિવારજનોએ ૧૮૧ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.