ગ્રામ પંચાયતના તલાટીએ ઘરની આકારણી અલગ કરવા 500 રૂપિયાની લાંચ માગતા એસીબીના હાથે ઝડપાઈ ગયા

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના મોરીખા ગ્રામ પંચાયતના તલાટીએ ઘરની આકારણી અલગ કરવા 500 રૂપિયાની લાંચ માગતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. જેથી ગુનો નોંધાયો છે. અરજદાર પાસેથી તલાટીએ 500 રૂપિયાની માંગણી કરતા અરજદારે રેકોર્ડિંગ કરી એસીબીમાં અરજી કરતાં એફએસએલ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને એસીબી એ તલાટી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના મોરીખા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી જે હાલ વાવ તાલુકાના ચુવા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તેમની પર એસીબીએ ગુનો નોંધ્યો છે, જેમાં ફરિયાદી પોતાના પિતાના નામે ચાલતું મકાન પાડીને સરખા ત્રણ ભાઈઓના ભાગમાં કરી ત્રણ મકાન બનાવેલ જે પોત પોતાના નામે કરવા મોરીખા ગામ પંચાયતમાં આકારણી મેળવવા ગયા હતા, જોકે ત્યાંના હાજર તલાટી સુનિલભાઈ ત્રિવેદી એક આકારણી અલગ કરવા એવરેજ 500 રૂપિયાની લાંચણી માગણી કરી હતી. જોકે ફરિયાદીએ તલાટીની સમગ્ર બાબત રેકોર્ડિંગ કરી એસીબી કચેરીએ લાંચની માગણી બાબતે સીડી બનાવી અને તલાટી વિરુદ્ધ અરજી કરી હતી જે અરજી આધારે એસીબીએ તપાસ દરમિયાન તલાટીએ 500 રૂપિયાની લાંચની માંગણી કરેલા નું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું હતું જે અનુસંધાને વૈજ્ઞાનિક ઢબે અને એફએસએલ તેમજ અન્ય જરૂરી રેકોર્ડ પુરાવા આધારે લાંચની માંગણીનો ગુનો હોવાનું ફલિત થયું છે. તલાટી પોતાની અંગત આર્થિક લાભ મેળવવા પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી 500 રૂપિયાની લાંચ ની માંગણી કરી હોવાનું ફલિત થયેલું હોય જે સરકારી તરફે ફરિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન એ ચૌધરી બનાસકાંઠા એસીબી પોસ્ટ પાલનપુર ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.