પાલનપુરમાં સોશિયલ ડિસ્ટન્ટસ વચ્ચે ગુજકેટ ની પરીક્ષા યોજવા તંત્ર સજ્જ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના પ્રકોપ વચ્ચે આગામી ૨૪ ઓગષ્ટ ના રોજ ગુજકેટ ની પરીક્ષા યોજાવાની છે. જેમાં પાલનપુર માં ૨૨ કેન્દ્ર ના ૨૩૩ બ્લોક માં ૪૬૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ના હોય આ પરીક્ષા દરમ્યાન કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્રારા સેનીટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ્‌ સહિત તમામ પ્રકારની તૈયારીઓ કરવા માં આવી છે.
પાલનપુર ખાતે તા.૨૪ ઓગષ્ટ ના રોજ યોજાનાર ગુજકેટની પરિક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજવા સાથે પરીક્ષા દરમ્યાન કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે શિક્ષણ તંત્ર દ્રારા તકેદારી ના પગલાં ભરવા માં આવ્યા છે. પાલનપુર માં ૨૨ પરીક્ષા કેન્દ્રના ૨૩૩ બ્લોકમાં યોજાનાર ગુજકેટની પરીક્ષા માં ૪૬૧૬ વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપવાના હોઈ દરેક પરીક્ષા કેન્દ્રમાં માત્ર ૨૦ વિદ્યાર્થીઓ ને ૬ ફૂટ ના અંતરે બેઠક આપવા આવશે. અમે પરીક્ષાની ગતિવિધિ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રખાશે.
જોકે પરીક્ષા ને લઈ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પરિક્ષાર્થીઓ ને ફરજીયાત માસ્ક સાથે અને તેમના શરીર નું તાપમાન માપ્યા બાદ પરીક્ષા ખંડ માં પ્રવેશ આપવા માં આવશે સાથે ખંડ નિરીક્ષક ને ડ્રો પદ્ધતિ થી બ્લોક ની ફાળવણી કરવા માં આવશે. આમ, જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. તેવા સમયે ગુજકેટની પરીક્ષા જાહેર થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. અને તમામ બ્લોકને સેનેટારાઈઝ કરવા સહિત તકેદારીના પગલાં ભરવા માં આવ્યા છે. અને પરીક્ષા સમયે ગેરરીતિ રોકવા અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ માહોલ માં પરીક્ષા આપી શકે માટે જિલ્લા પ્રસાશન દ્રારા વ્યાપક વ્યવસ્થા કરવા માં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.