આફત સામે લડવા તંત્ર તૈયાર:બનાસકાંઠા જિલ્લામાં કાચા મકાનોમાં રહેતા લોકો, સગર્ભા માતાઓ અને મજૂરોને અધિકારીઓએ તેમના ઘરે જઇ શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બિપરજોય વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ અને પવનની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં કાચા મકાનોમાં રહેતા લોકો, સગર્ભા માતાઓ અને મજૂરોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે અધિકારીઓએ તેમના ઘરે જઇને સમજાવી તેમનું સ્થળાંતર કરાવ્યું હતું. જિલ્લાના જુદા જુદા તાલુકાના અધિકારીઓએ લોકોની સુરક્ષા અને સલામતી માટે તેમને વાવાઝોડા દરમિયાન શેલ્ટર હોમમાં આશ્રય લેવા સમજાવવામાં આવ્યા હતા જેમાં દાંતીવાડા તાલુકામાં કાચા મકાનોમાં રહેતા લોકોને અધિકારીશ્રી દ્વારા સ્થળાંતરીત થવા માટે સમજૂત કરવામાં આવ્યા હતા. તથા વાવ તાલુકાના રાધાનેસડા ગામે અધિકારીઓએ રૂબરૂ જઇ ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

આ ઉપરાંત બનાસ નદીના પટ નજીક આવેલ કાંકરેજ તાલુકાના ખારીયા ગામના શેલ્ટર હોમની ડીસા પ્રાંત અધિકારી અને મામલતદારએ મુલાકાત લઇ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં આશ્રય લેવા અનુરોધ કર્યો હતો. ધાનેરામાં કાચા મકાનમાં રહેતા નાગરિકોને પણ સુરક્ષિત સ્થળે શેલ્ટર હોમમાં આશરો લેવા માટે અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અમીરગઢ તાલુકાના રામપુરા (વડલા) થી વિરમપુર રોડ પર પવનથી ધરાશાયી થયેલ વૃક્ષને વન વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં દૂર કરી વાહન વ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.