અંબાજી બસ સ્ટેશનમાં સ્વચ્છતા શ્રમ રથનું સ્વાગત કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકારના સ્વચ્છ ભારત અભિયાનને અનુસરતી GSRTC દ્વારા પણ નિગમના તમામ ડેપો/બસ સ્ટેશનોની સઘન સફાઈ રહે અને આવનાર મુસાફર જનતાને સ્વચ્છ બસ સ્ટેશન અને સ્વચ્છ બસ દ્વારા જ મુસાફરી કરાય એ અભિગમને પાર પાડવા નિગમ દ્વારા સ્વચ્છતા શ્રમ રથનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બનાસકાંઠાના તમામ પોઇન્ટ, બસ સ્ટેશન અને જાહેર જગ્યાએ જઈ લોક જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે અને સ્વચ્છતાના સરકારના મિશનને પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.


આજરોજ આ સ્વચ્છતા શ્રમ રથ અંબાજી બસ સ્ટેશન ખાતે આવ્યું હતું. જ્યાં સફાઈ કર્મીઓનું સન્માન અને શેરી નાટકનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો અંબાજી બસ સ્ટેશનમાં આવી સ્વચ્છતા શ્રમ રથનું સ્વાગત કર્યું હતું. તો સાથે સાથે સ્વચ્છતા શ્રમ રથમાં ભારત માતાના સ્ટેચ્યુનું સન્માન કરી રથની યાત્રા સફળની કામના કરી હતી. સ્વચ્છતા શ્રમ રથનું સ્વાગત સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે અંબાજી ડેપોના પ્રતિનિધિ તરીકે ડેપોમેનેજર, gsrtcના કર્મચારી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.