બાળ તસ્કરીના રેકેટની આશંકા વચ્ચે પાલનપુરમાં ૧પ દિવસની બાળકીની શંકાસ્પદ હેરાફેરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે બાળકીની શંકાસ્પદ હેરાફેરીનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના કુબેરનગરમાં રહેતા એક શખ્સે ૧૫ દિવસની બાળકીને છેલ્લા પખવાડિયા થી શંકાસ્પદ રીતે પોતાના ઘરે રાખી હતી. જે અન્ય પરિવારને આપવાની હતી. જોકે, સોમવારે લેવા આવેલા પરિવારને આ શખ્સે બાળકીને ન સોંપતા ૧૮૧ અભિયમની ટીમને જાણ કરવામાં આવતાં આ શખ્સના કબ્જામાં રહેલી બાળકીને છોડાવી શિશુગૃહમાં મુકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમાજમાં નિઃસંતાન દંપતિઓ શેર માટીની ખોટ પુરી કરવા માટે પથ્થર એટલા દેવ કરીને પૂજે છે. ત્યાં બીજી તરફ કેટલીક સ્વાર્થી મહિલાઓ પોતાનું પાપ છુપાવવા અથવા તો થોડાક નાણાંની લાલચમાં આવી વ્હાલસોયા દીકરા – દીકરીઓને ત્યજતાં કે વેચી દેતાં લેશમાત્રનો વિચાર કરતાં નથી. કંઈક આવોજ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પાલનપુરમાં બહાર આવ્યો છે. જ્યાં માત્ર ૧૫ દિવસની બાળકીને વેચવા જતાં એક શખ્સને ઝડપી લેવાયો હતો. આ અંગે પાલનપુર ૧૮૧ અભિયમના કાઉન્સેલરે નવ ગુજરાત સમયને જણાવ્યું હતું કે, પાલનપુરના કુબેરનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતાં પ્રવીણભાઈ (નામ બદલ્યું છે).એ ૧૫ દિવસની બાળકીને છેલ્લા પખવાડિયાથી શંકાસ્પદ રીતે પોતાના ઘરે રાખી હતી. જે બાળકીને અન્ય પરિવારને આપવાની હતી.
જોકે, સોમવારે બપોરના સુમારે બાળકીને લેવા આવેલા પરિવારને આ શખ્સે બાળકી આપી ન હતી. આથી પરિવારે ૧૮૧ અભિયમની ટીમને જાણ કરતાં તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પ્રવીણભાઈની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે, કામ કરતો હતો ત્યાં ૧૫ દિવસ અગાઉ એક માજી આ બાળકીને આપી ગયા હતા. જોકે, તેઓ માજીને ઓળખતાં ન હોવાનું કહેતા અને હિલચાલ શંકાસ્પદ જણાતાં સમગ્ર ઘટનામાં કંઈક અજુગતું થયું હોય તેવું લાગતાં તેની પાસેથી બાળકીનો કબ્જો લઈ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.