દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું : પ્લાસ્ટીક પર પ્રતિબંધ શરૂ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું અને દિયોદર ને પ્લાસ્ટીક મુક્ત ગામ બનાવવા નિધૉર સાથે આજ થી દિયોદર શહેરમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ નો અમલ શરૂ કરાયો.
દિયોદર ગ્રામ પંચાયત ટીમ દ્વારા શહેરમાં કરિયાણા ની દુકાન,મોલ પર ચેકીંગ હાથ ધરાયેલ જેમાં પ્લાસ્ટીક ના ઝબલા રાખનાર ને રૂપિયા 500 નો દંડ ફટકાર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન ને લઈ 1 ઓકટોમ્બર થી પ્લાસ્ટીક મુક્ત બનવા ગિરિરાજસિંહ વાઘેલા ના નેતૃત્વ માં યોજાયેલ બેઠકમાં લેવાયો હતો નિર્ણય અને વેપારીઓ ને તેનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું. અને પ્લાસ્ટીક ની થેલી રાખશો તો 500 નો થશે દંડ તેમ જણાવ્યું હતું.
દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટીક નો સ્થળ પર નાશ કરાયો હતો.