શાળાઓમાં શ્રીમદ ભાગવદ ગીતાના સમાવેશને સમર્થન: બનાસકાંઠા શૈક્ષિક સંઘે કલેકટરને આપ્યું આવેદનપત્ર
શ્રીમદ ભગવદ ગીતાના વિરોધ ને વખોડી કાઢયો: રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શ્રીમદ ભાગવદ ગીતાનો અભ્યાસ ક્રમમાં સમાવેશ કરાયો છે. જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા શૈક્ષિક સંઘે આ વિરોધને વખોડી કાઢતા શ્રીમદ ભગવદ ગીતાના સમાવેશને સમર્થન જાહેર કરતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા શાળાઓ માં શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના નિર્ણય સામે કેટલાક લોકોએ વિરોધ જતાવ્યો છે. ત્યારે એ વિરોધને વખોડી કાઢતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારના નિર્ણયનું સમર્થન કરાયું છે. ત્યારે બનાસકાંઠા શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વગર ભગવત ગીતા જ્ઞાન નાં અભ્યાસક્રમ ચાલુ રાખવાની માંગ કરાઈ હતી.