ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં સુપર બ્રેઇન પરીક્ષા યોજાઇ
આજના આધુનિક યુગમાં હરીફાઈએ હરણફાળ માંડી છે. ત્યારે હરીફ બની સતત આગળ વધવું તે ખૂબ જ જરૂરી છે અને આ હેતુ સિદ્ધિ માટે ડીસામાં સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના સંચાલકોએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચિંતા કરી તમામ વિદ્યાર્થીઓ અત્યાધુનિક પરીક્ષા પદ્ધતિથી જાગૃત થાય તે માટે સુપર બ્રેઇન પરીક્ષાનું આયોજન કર્યું હતું.ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ ખાતે સુપરમેન બ્રેઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું
. જેમાં ડીસા તાલુકાના ધોરણ 10 માં અભ્યાસ કરતા લગભગ 600થી વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ખૂબ જ ઉત્સાહ અને ખંતપૂર્વક ભાગ લીધો હતો તથા વાલીઓએ પણ શાળાના આ સુંદર આયોજનને બિરદાવ્યું હતું. પરીક્ષામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે સાથે કરંટ અફેર્સને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. તેમજ ટૂંક સમયમાં સુપર બ્રેઇન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.આ પરીક્ષામાં 1થી 50ના રેન્કમાં આવનાર વિદ્યાર્થીઓને સ્પર્ધાના નિયમ અનુસાર શાળા તરફથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે તથા જો તે વિદ્યાર્થીઓમાંથી 11 માં ધોરણમાં સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં (શાળાના નિયમ અનુસાર) પ્રવેશ મેળવેલ હશે તો સ્કૂલ ફીમાં સ્કાય સ્કોલરશીપ આપવામાં પણ આવશે. જેથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે તેની સાથે વિદ્યાર્થીઓની કારકિર્દીને યોગ્ય દિશામાં આગળ વધારવામાં મદદ મળશે.