ઉનાળુ વેકેશન પૂર્ણ : આજથી શાળાઓમાં વેકેશન પુરૂ થતાં શાળાના સંકુલો ધમધમી ઉઠશે

બનાસકાંઠા
બનાસકાંઠા

વેકેશનમાં બાદ બાળકો અને શિક્ષકો પણ શિક્ષણકાર્યમાં લાગી જશે

મોંઘવારીમાં સમયમાં સ્કૂલ ફી સહિતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતા વાલીઓ પર બોજ

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા શૈક્ષણિક સત્ર શરૂ થાય તેની પૂર્વ તૈયારીઓમાં લાગ્યા: આજે ૧૩મી જૂન ગુરુવારથી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરી એકવાર શાળા સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠશે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બાળકો અને શિક્ષકો પણ શિક્ષણકાર્યમાં પરોવાઈ જશે

સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગત ૯મી મેથી ૧૩ જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું.એટલે કે લાંબુ વેકેશન માણીને હવે બાળકો શાળાઓ શરૂ થતા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પરોવાઇ જશે. શાળાઓ શરૂ થતા ની સાથે વાલીઓએ નવા ખર્ચામાં. સ્કુલ ફી, ગણવેશના ખર્ચા, સ્ટેશનરી ખર્ચ, પાઠયપુસ્તકો, નોટબુકો વગેરેના ખર્ચ માટે વાલીઓએ આયોજન કરી રહ્યા છે.

સ્કૂલ ફીમાં વધારા ની સાથે અન્ય વસ્તુઓ ના ભાવમાં પણ વધારો : આજના મોંધવારી ના યુગ માં શિક્ષણ દિન-પ્રતિદિન મોંઘુ થઇ રહ્યું છે ખાનગી શાળા સંચાલકો દ્વારા સ્કૂલ ફી વધારો આ ઉપરાંત સ્ટેશનરી શાળાઓ ના ડ્રેસ માં ભાવવધારો રીક્ષા ભાડુ સહિત અન્ય શાળાઓને લગતી વસ્તુઓના ભાવ માં વધારો થતાં નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર આર્થિક ભારણ વધી રહ્યું છે.

શાળાઓ શરૂ થાય તે પહેલાં સ્ટેશનરી- યુનિફોર્મની ખરીદી શરુ થઇ : આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે. ત્યારે સત્ર શરૂ થવાના પહેલાં સ્ટેશનરી- યુનિફોર્મ, નોટબુક, પુસ્તકોની ખરીદી માટે બજારમાં વિધાર્થીઓ અને વાલીઓ ઉમટી રહ્યા છે બાળકો માટે નવી સ્કુલબેગ, સ્ટેશનરી, કંપાસ, નોટબુકો, પેન્સીલ વગેરે ની ખરીદી ને  લઇ ડિમાન્ડ વધુ રહેતી હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.