ડીસાના કંસારી ગામની શાળાએ ન જતી ગરીબ દીકરીને હૃદયનું સફળ ઓપરેશન

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના કંસારી ગામના ગરીબ ખેડૂત પરિવારની દીકરીને હૃદયના ઓપરેશનની જરૂર હતી. પરંતુ આર્થિક વિડંબણા વચ્ચે હૃદયના ઓપરેશનથી ગભરાતા પરિવારને આરોગ્ય કર્મચારીઓએ સતત કાઉન્સિલિંગ કરીને હિંમત આપી દીકરીના ઓપરેશન માટે તૈયાર કર્યા બાદ તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આજે પરિવારના પિતા જે દીકરીના દર્દથી ચિંતિત રહેતા હતા તે પરિવારના સભ્યોના ચહેરા પર હવે ખુશીની લહેર જાેવા મળી રહી છે.જેથી જિલ્લા આરોગ્ય વિભાગની માનવતાવાદી ઉમદા કામગીરી ચોમેર દીપી ઉઠી છે.

આરોગ્ય ટીમની મદદ મળી
તારીખ ૮ જૂન ૨૦૨૨ ના રોજ વખુજીની દીકરીની પહેલી વિઝિટ યુ.એન.મહેતા હોસ્પિટલમાં થઇ. ત્યારબાદ તા.૧૩ જૂન ૨૦૨૨ ના ઓપરેશન માટે દાખલ કરવામાં આવી અને ૨ જુલાઇ ૨૦૨૨ ના રોજ સફળ ઓપરેશન કરાયું. બાદમાં રજા મળતા ઘરે પરત ફર્યા. આ સમગ્ર દિવસોમાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખેડૂતની દીકરીની સારસંભાળ લેવામાં આવતી હતી.

દીકરીને હૃદયની બીમારી હતી
ડીસા તાલુકાના કંસારી ગામના વખુજી ઠાકોરની દીકરી પાયલને હ્રદયની બીમારી હતી. જેને લઈને તેઓ ખુબ જ પરેશાન રહેતા હતા. વખુજીને ખબર જ નહોતી પડતી કે કરે તો હવે શું કરે. એવામાં હેલ્થ ટીમ ૧૬૯ તેમની વ્હારે આવી અને સમજ આપી તેઓને તેમની દીકરીના ઓપરેશન માટે તૈયાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.