ડીસા મામલતદાર કચેરી ખાતે શૈક્ષણિક દાખલા લેવા આવેલા વિદ્યાર્થીઓ લાઇટ વગર પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા મામલતદાર કચેરી ખાતે શૈક્ષણિક દાખલા લેવા આવેલા વિદ્યાર્થીઓ લાઇટ વગર કલાકો સુધી પરેશાન થયા હતા. એક તરફ ભારે ગરમી પડી રહી છે તેવા સમયે લાઈટ જતી રહેતા વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં તડકા નીચે ઊભા રહેવું પડ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી જાેવા મળી હતી. તાજેતરમાં જ ધોરણ ૧૨ નું પરિણામ આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અન્ય શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ લેવા માટે આવકના દાખલા, જાતિના દાખલા અને ક્રિમિનલ સર્ટી મેળવવા માટે રોજેરોજ ડીસા મામલતદાર કચેરી ખાતે હજારોની સંખ્યામાં આવતા હોય છે પરંતુ કેટલીકવાર કંઈકને કંઈક કારણસર વિદ્યાર્થીઓને કલાકો સુધી શિક્ષણ માટે આપવામાં આવતા દાખલા મેળવવા માટે કલાકો સુધી હેરાન પરેશાન થવું પડતું હોય છે ત્યારે ડીસા મામલતદાર કચેરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી અને જનસેવા કેન્દ્ર ખાતે આજે ૫૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ જાતિ, આવકના દાખલા અને ક્રિમિનલ સર્ટી માટે સવારથી જ લાઈનમાં લાગી ગયા હતા પરંતુ સવારથી મોડા સુધી લાઈટનો કાપ હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બપોરનો સમય હોવાના કારણે એક તરફ ભારે ગરમી પડી રહી હતી તો બીજી તરફ વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો .આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરી ખાતે લાઈટ કાપવાના કારણે લાઇનોમાં ઊભુ રહેવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારથી આવતા વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કરી હતી કે આવા સમયે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને અગવડતાનો સામનો ન કરવો પડે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.