ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના શપથ લીધા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની આદર્શ હાઇસ્કુલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના શપથ લીધા હતા. તેમજ વ્યસનથી થતાં નુકસાન અંગે તેમના પરિવાર અને સગા-સંબંધીઓને જાગૃત કરીએ પોતાના સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવાનો પ્રયાસ કરશે.ડીસામાં તાલુકા હેલ્થ ઓફિસની અર્બન સેન્ટર ભાગ બે દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીસાની આદર્શ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. અત્યારે યુવાનોમાં સિગરેટ, ડ્રગ સહિતના વ્યસનનું પ્રમાણ વધી ગયું છે. જેને અટકાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને વ્યસનથી થતાં નુકસાન અંગે સમજણ આપી હતી અને વ્યસનથી માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ પરિવાર આર્થિક, માનસિક અને શારીરિક રીતે બરબાદ બને છે તે અંગે જાગૃત કર્યા હતા.

આદર્શ હાઈસ્કૂલમાં 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત બનાવાના શપથ લીધા હતા. એટલું જ નહીં પરંતુ તમામ વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર સગા-સંબંધીઓ અને મિત્રોને પણ વ્યસનથી થતાં નુકસાન અંગે જાગૃત કરી પોતાના સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવાનો પ્રયાસ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા એપીએડમિક ઓફિસર ડો.જીગ્નેશ હરિયાણી, બ્લોક હેલ્થ ઓફિસર પી.એમ ચૌધરી સહિત આરોગ્ય વિભાગ, શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.