બનાસકાંઠાના ભાખરી ગામની પ્રાથમિક શાળામાં ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી વિસ્તારને અડીને આવેલા વિસ્તારોમા શાળાઓ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ સરકારની વાતો વચ્ચે બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારોની અનેક શાળાઓમાં હાલ પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે.ઝાડ નીચે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ ઝાડ નીચે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ભાખરી ગામની કે જ્યાં પ્રાથમિક શાળાના બાળકો સારી રીતે શિક્ષણ મેળવી શકે તે માટે ધોરણ 1 થી 8 માટે 13 ઓરડાવાળી શાળા બનાવવામાં આવી હતી. આ શાળામાં 388 જેટલા વિદ્યાર્થીઓ પોતાના ભાવિ ભવિષ્ય માટે અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ વર્ષ 2015 અને વર્ષ 2017 માં આવેલ ભારે વરસાદને કારણે આ બાળકોનું ભાવિ પાણીમાં તણાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભાખરી પ્રાથમિક શાળાના 13 ઓડામાંથી 10 જેટલા ઓરડા ડેમેઝ થઈ ગયા હતા. ત્યારે આ ઓરડા પાડી દેવામાં આવ્યા હતા.પરંતુ શાળાના ઓરડામાં નહીં પરંતુ બહાર લીમડાના એક ઝાડ નીચે શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની ધોમધખતી ગરમી હોય કે પછી ચોમાસાનો વરસાદ હોય કોઈપણ પરિસ્થિતિ વચ્ચે હાલ બાળકો છેલ્લા સાત વર્ષથી ઓરડા વગર શાળામાં બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં આ શાળામાં માત્ર 3 ઓરડા બચ્યા છે, જેમાં શિક્ષકો એક રૂમ ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. બીજો રૂમ કોમ્પ્યુટર તરીકે ઉપયોગ કરે છે અને બચેલા માત્ર એક રૂમમાં જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેટલા વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.રજૂઆતો માત્ર કાગળ પર સાત વર્ષ સુધી શાળાના શિક્ષકો તેમજ વાલીઓએ આ શાળા નવી બનાવવા માટે સ્થાનિક શિક્ષણ અધિકારી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ પરબતભાઈ પટેલ શંકરભાઈ ચૌધરી સહિત તમામ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆત માત્રને માત્ર કાગળ ઉપર જ રહી ગયું હોય તેવું આજે ભાખરી ગામના બાળકો ઝાડ નીચે અભ્યાસ કરતા નજરે પડતાં સાબિત થઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.