વડગામ તાલુકાના ભાંગરોડીયા પ્રાથમિક શાળામાં પાણી રૂમમાં ટપકતાં વિદ્યાર્થીઓ પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે આવેલ પ્રાથમિક શાળાના ઓરડાઓમાં વરસાદી પાણી ટપકતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પરેશાન થઇ ઉઠ્યા છે. અંતરિયાળ ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓની દયનીય હાલતને લઇ વાલીઓમાં રોષ ફેલાયો છે. ભાંગરોડીયાની પ્રાથમિક શાળાના ઓરડાઓના છતના પતરા છેલ્લા અનેક વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જર્જરિત પતરાઓના કારણે વરસાદી પાણી રૂમમાં પડતા વિદ્યાર્થીઓની હાલત દયનીય બની છે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી ટાણે ગુજરાતનું શિક્ષણ મોડલ બહુચર્ચિત બન્યું હતું. જ્યારે વાસ્તવિકતા અલગ દેખાઈ રહી છે. ભાંગરોડીયા ગામના વાલીઓ એ પ્રાથમિક શાળામાં વરસતા વરસાદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે તાત્કાલિક શાળાના રૂમનું સમારકામ કરવા સાથે નવીન ઓરડા બનાવવા માંગ કરી રહ્યા છે. સાથે સાથે સરકારની શિક્ષણ મોડલની ટીકાઓ પણ કરી રહ્યા છે. જર્જરિત ઓરડાઓને લઈ જિલ્લાનું શિક્ષણ વિભાગ સત્વરે સ્થળ નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓની વેદના સાંભળી ઓરડાઓનું નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.