બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત કર્મચારીઓની હડતાલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય વ્યાપી એલાનને પગલે બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત કર્મચારીઓ પણ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. પગાર સહિતના પડતર પ્રશ્નો વર્ષોથી હલ ન થતા મહેકમ શાખાના કર્મચારીઓમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે.તેથી સમાન કામ સમાન વેતન અંતર્ગત પગાર વધારો અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કર્મચારીઓએ માંગ કરી છે. ગ્રામ વિકાસ વિભાગની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠામાં મહેકમ શાખામાં ૧૧ માસ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.તેમને નજીવો પગાર આપવામાં આવે છે જે હાલની મોંઘવારીમાં પોસાય
તેમ નથી. સરકારની ફિક્સ પગાર નીતિ મુજબ સમાન ચાર્જ માટે મળતો ફિક્સ પગાર અને મળતી સવલતો ગ્રામ વિકાસના કરાર આધારિત કર્મચારીઓને પણ મળે તેમજ સમાન કામ માટે સમાન વેતન,કાયમી કર્મચારીઓને મળતા લાભ આપવા, પાંચ વર્ષ પૂરા કરેલ હોય તેમને કાયમી કરવા, ત્રણ માસથી વધુના ચાર્જ માટે સમાન ચાર્જમાં પાંચ ટકા અને ઉચ્ચ માટે દશ ટકા ચાર્જ એલાઉન્સની  સહિતની માંગણી છે .આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓ પોતાના પ્રશ્નો હલ ના થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા મક્કમ જણાય છે. આ બાબતે લાખણી સહિત તમામ તાલુકાના ટીડીઓને આવેદનપત્ર પણ  આપવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.