લાખણી કોર્ટની કડકાઈઃ ફરાર આરોપીઓને હાજર થવા આદેશ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ લાખણી : લાખણી કોર્ટ દ્વાર કડકાઈના પગલાં લઈ આગથળા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં રાજસ્થાનના ફરાર આરોપીઓને હાજર થવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જ્યુંડીશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા ધરપકડ વોરંટ નિકાળેલ આરોપીઓ મળી ન આવતા કોર્ટ દ્વારા કડક વલણ દાખવી તારીખ ૩૦-૪-૨૦૨૧ સુધીમાં હાજર થઈ નોધાયેલા ગુના સામે જવાબ રજૂ કરવા આદેશ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દારૂના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ ભવરસિંહ જવાહરસિંહ રાવણા રાજપુત (રહે.મેડા તાઃ-સાંચોર, રાજસ્થાન), વસનાજી સજાણાજી રબારી (રહે.-શરણાઉ તાઃ- સાંચોર, રાજસ્થાન) અને બુધ્ધારામ હરીરામ વિશ્નોઈ (રહે.કરવાડા તાઃ-રાણીવાડા, રાજસ્થાન) ને લાખણી કોર્ટ દ્વારા હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.