બે ધર્મશાળા સિલ પંચાયતનો વ્યવસાય વેરો, પાણીવેરો, સફાઈવેરો, મિલકત વેરો ન ભરતા બાકીદારો પર કડક કાર્યવાહી
વહીવટદાર દ્વારા બાકીદારો સામે લાલ આંખ: અંબાજી ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે.પણ ગ્રામ પંચાયતમા 6 કરોડથી વધુનો વેરો ગ્રામજનો ભરતા નથી. જેના લીધે ગ્રામ પંચાયતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જે લોકો સમયસર વેરો ભરતા નથી તે લોકોના ગટર નળ કનેક્શન કાપવામાં આવશે. તેવી વહીવટદારે તાકીદ કરી અને ગ્રામ પંચાયત દ્વારા જીઇબીમાં લેખિત રજૂઆત કરીને તેમના લાઈટ કનેક્શન પણ કપાવાની ફરજ પડશે. તેમ જણાવ્યું હતું.
તેમછતાં ગામના ઘણા લોકો આ બાબતને ગંભીર લેતા નથી.31 માર્ચ સુધી આ બાબતને ગંભીર નહી લેવામાં આવે તો ગ્રામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના બાદ આજે ગ્રામ પંચાયતની ટીમ પોલીસને સાથે લઈ અંબાજીમા આવેલી ખંભાતવાળી ધર્મશાળા પહોંચી હતી અને તેમના બાકી નીકળતા 11 લાખ રૂપિયા ઉપરાંતનો વેરો નહિ ભરતા અને વારંવાર નોટિસ અને એલાઉન્સમેન્ટ કરતા કોઈ ધ્યાને નહિ લેતા ખંભાતવાળી ધર્મશાળા અને ઠાકોર ભવનને સિલ કરાઈ હતી.ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા આ કડક કાર્યવાહી બાદ બીજા બાકીદારોને પણ બાકી વેરો જલ્દી ભરવા સૂચન કર્યું હતું.ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું હતું કે હજી પણ 5.5 કરોડનો વેરો બાકી છે.ગ્રામજનો સમયસર વેરો ભરે નહિ તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.