યાત્રાધામ અંબાજીમાં ગબ્બર સહિતના માર્ગોની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગત જનની અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દ્વારે આવી માતાજીનો આશીર્વાદ મેળવે છે. યાત્રાધામ અંબાજીમાં અનેક દર્શનાર્થીઓ રાત્રિ રોકાણ પણ કરતા હોય છે. અંબાજીમાં રાત્રે દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેના લીધે રાત્રિના સમયે આવતા જતા યાત્રાળું અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેકો વિકાસના કામો કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ થવાના છે. પણ અંબાજીની અમુક સમસ્યાઓના નિરાકરણ લાવવા માટે સ્થાનિક તંત્ર નબળું સાબિત થઈ રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. તો રાત્રિના સમયે જાહેર માર્ગો અંધકારમાં છવાયા જોવા મળી રહ્યા છે. જેના કારણે અંબાજી રાત્રિના સમયે આવતા યાત્રાળુઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અંબાજીમાં રાત્રિના સમયે અંધેર નગરીમાં ફેરવાઈ જાય છે. રાત્રિના સમયે આ અંધારપટનો ફાયદો અનેક અસામાજિક તત્વો ઉઠાવી શકે છે. તો સાથે સાથે અંધારપટ અનેકો દુર્ઘટનાઓનું કારણ પણ બની શકે છે. સ્થાનિક તંત્ર યાત્રાધામ અંબાજીને અંધારપટમાંથી ક્યારે રોશની તરફ લઈ જશે અને પોતાના કામગીરી ક્યારે સમજી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરશે તે અંબાજીના તંત્ર ની કામગીરી પર નિર્ભર કરે છે. યાત્રાધામ અંબાજીમાં લાગેલી સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ નથી અને તંત્રની કોઈપણ કામગીરી દેખાતી નથી. અંબાજી ગબ્બર રોડ પર લાગેલી રોડ લાઈટો બંદ હાલતમાં છે અને અનેકો દુર્ઘટનાઓને આમંત્રણ આપી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.