ડીસામાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું પૂતળાં દહન
રખેવાળ ન્યુઝ ડીસા : તાજેતરમાં ભારત અને ચીન સીમા પાસે ગલવાન ઘાટી લદાખમાં ચીને અવળચંડાઈ અને પીઠ પાછળ હુમલો કરતા ભારતીય સૈન્યના ૨૦ જવાનો શહીદ થયા હતા જેથી સમગ્ર દેશમાં ચીનના વિરુદ્ધમાં રોષ ફાટી નીકળ્યો છે, અને દેશની અંદર ઠેર ઠેર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનાં પૂતળા દહન અને રાષ્ટ્ર ધ્વજને સળગાવી ચીનના માલસામાનનો બહિષ્કાર કરવા દેશવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે ગતરોજ વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ બજરંગદળ દ્વારા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરવામાં આવ્યું. અને લોકોને ચાઈનીઝ માલસામાનનો બહિષ્કાર કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
જેમાં વિશ્વહિન્દુ પરિષદ ડીસાના પ્રખંડ પ્રમુખ જયેશભાઇ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ અશોકભાઈ ખત્રી, વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ મંત્રી મહેન્દ્રભાઈ માળી, બજરંગદળ સહ સંયોજક આકાશભાઈ ધૈરાવ, વિજયભાઈ ગાંધી વકીલ, કિશોરભાઈ ચૌહાણ, રાજકુમાર ચક્રવર્તી, લાલાભાઈ સહિત કાર્યકરો ઉપસ્થિત રહી ચાઈનાનો સખ્ત વિરોધ કર્યો હતો.