માવઠાથી બનાસકાંઠા જિલ્લામાં કોઈ નુકસાન ન થયાની વાત કરતા ખેડૂતોએ કલેકટર કચેરી પર પહોંચી સર્વે કરાવવાની માગ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદના કારણે તમામ તાલુકાઓમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે. પરંતુ જિલ્લા ખેતીવાડી અધિકારી મીડિયા સમક્ષ બયાન આપતા કે જિલ્લામાં નુકસાન થયું નથી જેને લઇ ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. જેમાં આજે કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવી સર્વેની ટીમો બનાવી સત્વરે ખેડૂતોને થયેલ નું વળતર ચૂકવે તેરી માંગ કરી છે. વહેલી તકે સર્વે કરવામાં નહીં આવે તો ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જિલ્લાના મોટાભાગોના ગામમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. જેમાં ગઈકાલે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મીડિયામાં એક બયાન આપતા કે કમોસમી વરસાદના કારણે કશું જ નુકસાન થયું નથી. જેને લઈ જિલ્લાના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે કિસાન સંઘ તાલુકા તેમજ જિલ્લાના પ્રતિનિધિઓ એકત્ર થઈ કલેકટર તેમજ ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા અને અધિકારીઓને પોતાના વિસ્તારમાં થયેલ વરસાદના કારણે નુકસાન ના ફોટા તેમજ વિડીયો લઈ કલેકટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીને બતાવ્યા હતા. ખેડૂતોએ અધિકારીને કહ્યું હતું કે અમારા વિસ્તારમાં નુકસાન થયું છે પરંતુ આપ ઓફિસમાંથી બેઠા બેઠા કશું જ નુકસાન થયું નથી તેવા બયાન આપી રહ્યા છો તો આપના સર્વેની એક ટીમ બનાવી અમારા વિસ્તારમાં અમારી સાથે મોકલો અને સર્વે કરાવો જો કશું નુકસાન ના થયું હોય તો અમારે કશું જોઈતું નથી સાચું સર્વે કરાવી ખેડૂતોને ન્યાય અપાવો જેવી રજૂઆતો જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી.

આ અંગે ખેડૂત આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા કમોસમી વરસાદ સાથે ભયંકર વાવાજોડું હતું. અમુક વિસ્તારમાં કરા પડ્યા છે. દરેક પાકોમાં ખૂબજ મોટુ નુકસાન થયું છે. સરકારના અધિકારીઓ કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર અહીં બેઠેલા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રજાપતિ સાહેબ ખેડૂતોનો સર્વે કર્યા વગર એમ કહે છેકે બનાસકાંઠા જિલ્લા કસું નુકસાન થયું નથી. એમાં ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજે અમે દરેક તાલુકાના પ્રતિનિધિઓ અને જિલ્લા પ્રતિનિધિ સાથે મળી કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. સાચું સર્વે કરો દરેક તાલુકામાં તમારા અધિકારીઓ ને મોકલો જો સર્વે કરતા નુકસાન ના હોઈ તો અમારે કસું નથી જોઈતું પરંતુ સાચું સર્વે થવું જોઈએ ખૂબ જ મોટું નુકસાન થયું છે.આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે પરમ દિવસે જે વરસાદ થયો તે જિલ્લા તાલુકાઓ માં જે બાદ ગઈ કાલે વાતાવરણ ખુલ્લું થઇ ગયેલું ગઈ કાલે દરેક તાલુકા વિસ્તરણ અધિકારી તંત્ર મારફતે પ્રાથમિક અહેવાલો મેળવવામાં આવ્યા હતા. જેના આધારે કોઈ પાકોમાં કોઈ નુકસાન જોવા મળ્યું નહતું. ખાસ કરીને દિવેલામાં એવા અહેવાલ હતા કે પવન સાથે જે વરસાદ આવ્યો હતો તેના કારણે દિવેલા પાકો ફંગોળાયેલા છે. જેમાં નુકસાન થવા ની શક્યતા છે. જયારે બાકી બાકીના રવિ પાકોમાં કોઈ સ્ટેજ હતું. પાકનું એ સ્ટેજે કોઈ નુકસાન થાય નહિ અને સામાન્ય વરસાદ પડ્યો હતો જે તાલુકામાં એક ઇંચ થી એ તાલુકાઓમાં વિગત વાર અહેવાલ મંગાવેલા હતા એના આધારે એવુ કહેવામાં આવ્યું હતું કે કોઈ નુકસાન થયેલું નથી.વધુ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ડીટેલ અહેવાલ મંગાવામાં આવશે તાલુકાઓ માંથી પાકોના અહેવાલ મળ્યા બાદ સરકાર અને મહેસુલી વિભાગને ઠરાવના જોગવાઈ મુજબ સર્વે ટિમની રચના કરવામાં આવશે જે તાલુકા ગામોમાં નુકસાન ના અહેવાલ મળશે એ ગામોમાં સર્વે કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.