સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: છાપી નજીક રાજસ્થાન થી આવતી લકઝરી કાર માંથી રૂ. ૫ લાખનો દારૂ ઝડપી પાડી ચાર ને દબોચ્યા
પોલીસે ત્રણ કાર, ત્રણ મોબાઈલ, ૩૨૯૭ બોટલ દારૂ સાથે કુલ રૂ. ૨૫, ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: વડગામ તાલુકાના છાપી પોલીસ ની હદ માંથી સ્ટેટ મોનિટર્નિંગ સેલ દ્રારા શનિવાર રાત્રે રાજસ્થાન થી કારમાં લવાતો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ ચાર ઈસમો ની અટકાયત કરી કુલ રૂપિયા ૨૫ લાખ 35 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર વિજિલન્સ ટિમ ને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ થી એક કાર માં વિદેશી દારૂ ભરી મહેસાણા તરફ જઈ રહી છે. જેથી વિજિલન્સ ની ટીમે છાપી નજીક ઉમરદશી નદી પાસે શેરપુરાની હદ માં વોચ રાખી નાકાબંધી કરતા બાતમી વાળી કાર સહિત બે અન્ય પાયલોટિંગ કરતી કાર ને રોકવી તલાસી લેતા કાર માંથી વિવિધ માકાઁ ની વિદેશી દારૂ ની બોટલ નંગ ૩૨૯૭ કિંમત રૂ. ૫ લાખ 3 હજાર 680 તેમજ ત્રણ કાર કિંમત ૨૦ લાખ, મોબાઈલ નંગ ૩ કિંમત ૩૦ હજાર તેમજ રોકડ સહિત કુલ રૂપિયા ૨૫, ૩૫,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી કુલ ચાર આરોપી ને દબોચ્યા હતા.
અટકાયત કરેલ આરોપીઓ
(૧) બગારામ ચમનારામ સેન રહે.જુજાની જી.ઝલોર .રાજસ્થાન
(૨) રાજુખાન ઉર્ફે બીટ્ટુ બરગદખાન કડીયા રહે.તાવબ ,જી.ઝલોર રાજસ્થાન
(૩) હિતેશ હજારીરામ રહે.કલબીવાસ જી.સિરોહી રાજસ્થાન
(૪) મુકેશ હરસનદાસ દેવાસી રહે.પાવાલી જી.ઝાલોર
Tags Banaskantha chhapi Dhanera Palanpur