પાલનપુર ડિવિઝનની એસટી બસો સૌરાષ્ટ્રની કાઠીયાવાડ તરફ દોડે છે પરંતુ લાભ મહેસાણા સહિત અન્ય જિલ્લાઓને

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ડિવિઝનની એક પણ બસ ડીસા થી વાયા ભીલડી રાધનપુર થઇ સૌરાષ્ટ તરફ જવા માટે નથી

આ રૂઢ પર થી સૌરાષ્ટ્ર ને જોડતી બસ શરૂ કરવામાં આવી તેવી માંગ ઉઠી

જિલ્લાની નબળી નીતાગીરી થી જીલ્લાના પ્રજાજનો ને પણ લાભ મળતો નથી

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી આ અંગે ઘટતું કરશે ખરા?

પાલનપુર ડિવિઝન દ્વારા સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડની જોડતી બસો વાયા મહેસાણા, અમદાવાદ થઈને જતી હોવાને લઈ જિલ્લાના પ્રજાજનો ને આ વિસ્તારમાં જવા માટે લાભ મળતો નથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને યાત્રાધામ દ્વારકા જિલ્લાના અનેક લોકો અવારનવાર જતા હોય છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો ને સીધી બસ સેવાથી વંચિત છે ત્યારે જો પાલનપુર ડિવિઝન દ્વારા વાયા ડીસા ભીલડી રાધનપુર થઈ સૌરાષ્ટ્ર દ્વારકા તરફ બસ ચાલુ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારો સહિત પાટણ જિલ્લાને પણ પૂરતો લાભ મળી શકે તેમ છે  ડીસા થી વાયા ભીલડી રાધનપુર રાપર થઈ જામનગર  દ્વારકા ને  જોડતી એસ ટી બસ શરૂ કરવા માટે ભાજપ ના સક્રિય કાર્યકર નરેન્દ્રસિંહ ઝાલા એ ઉચ્ચસ્તરે રજૂઆત કરવા છતાં એસટી તંત્ર અને રાજકીય નેતાઓના પેટમાંથી પાણી પણ હાલતું નથી

ડીસા થી ભીલડીયાજી તીર્થ રાધનપુર રાપર સામખયારી મોરબી ધ્રોલ થઈ જામનગર નાઇટઆઉટ બસ જ્યારે ડીસા થી રાધનપુર શંખેશ્વર પાટડી સુરેન્દ્રનગર લીંબડી થઈ સાળંગપુર સુધી એસ ટી બસ ચાલુ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ તાલુકા ના લોકો ને મોટો ફાયદો થઇ છે આ ઉપરાંત તે વિસ્તાર ના અનેક લોકો બનાસકાંઠા જિલ્લામાં ધંધાર્થ વસેલા છે જેથી એસટી વિભાગ દ્વારા આ રૂઢ પરથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડને જોડતી સીધી બસ સેવા શરૂ કરે તો અનેક લોકોને ઉપયોગી બની શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાંથી સૌરાષ્ટ્રને જોડતા ૨૦ થી વધુ રૂઢ કાર્યરત છે જે તમામ રૂઢો વાયા પાલનપુર-અમદાવાદ થઈ સૌરાષ્ટ્ર ને જોડતા છે ત્યારે જો વાયા ભીલડી રાધનપુર થઈ સૌરાષ્ટ્ર ને જોડતી બસ સેવા શરૂ થાય તો આ વિસ્તારના અનેક લોકોને ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી તથા પાલનપુર એસ ટી વિભાગના અધિકારીઓ આ આ બાબતે ઊંડો રસ દાખવી વહેલી તકે આ રૂઢો શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

સિદ્ધપુર થી દ્વારકા નવી બસ શરૂ થઈ તે પણ વાયા મહેસાણા અમદાવાદ શરૂ કરવામાં આવી

પાલનપુર ડિવિઝન ના સિદ્ધપુર ડેપો દ્વારા થોડા દિવસ અગાઉ સિધ્ધપુર થી દ્વારકા નવી બસ શરૂ કરવામાં આવી છે પરંતુ તે બસ પણ વાયા મહેસાણા અમદાવાદ થઈ ને જાય છે ત્યારે જો આ બસ વાયા પાલનપુર ડીસા ભીલડી રાધનપુર થઈને ચલાવવામાં આવે તો બનાસકાંઠા પાટણ જિલ્લાના મોટાભાગના વિસ્તારોને આ બસનો લાભ મળી શકે તેમ છે.

ડીસા થી દ્વારકા બસ ચાલુ કરવામાં આવી હતી તે પણ બંધ કરી દેવામાં આવી

થોડા દિવસ અગાઉ હારીજ ડેપો દ્વારા ડીસા થી દ્વારકા બસ ચાલુ કરવામાં આવી હતી પણ તે પણ થોડા દિવસ પૂરતા ચલાવી બંધ કરી દેવામાં આવી છે જેથી જીલ્લા ની પ્રજાજનો ને અન્યાય થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.