પાલનપુર શહેરમાં બાળકોની સુરક્ષા માટે સ્પેશયલ ટ્રાફીક ડ્રાઈવનુ આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા પોલીસ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પાલનપુર શહેરમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજે પાલનપુર શહેરમાં આવેલશાળા સંકુલોની આસપાસ સ્કૂલ વાન માટે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 350 આસપાસ વ્યક્તિઓને ટ્રાફિક નિયમનની જાણકારી આપવામાં આવી હતી. વાહનમાં વધુ પડતા પેસેન્જર ભરવા તેમજ પાર્સિંગ બાબતે આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર દ્વારા 28 જેટલાં ચલણ કાપવામાં આવ્યા હતા. 18 વર્ષથી નીચેની વયે વાહન ચલાવતા તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવા બાબતે શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ મળી કુલ-36 ચલણ કાપવામાં આવ્યા હતા. તેમજ શાળા સંકુલ આજુબાજુના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ટ્રાફિક નિયમન બાબતની સમજણ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સ્વયંભૂ ટ્રાફિક નિયમનનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.